Friday, 4 September 2026

એમ પણ બને

૧૫/૦૧/૨૦૧૪

આ હાથ જરા લંબાવું હું, ત્યાં એમ પણ બને,
તારો જ હાથ સામો મળે, એમ પણ બને.

ક્યારેક એવું પણ બને, સાથે જ હો બધાં,
ને તો’ય કોઈ એકલું હો, એમ પણ બને.

જળથી સભર સરોવર સામે જ હો છતાં,
મૃગ દોડે ઝાંઝવાની ભણી, એમ પણ બને.

આકાશમાંથી મેહ વરસતો હો બેશુમાર,
ને આ ધારા હો તો’ય પ્યાસી, એમ પણ બને.

આંખોથી કરો વાત તમે બેઉ જણ છતાં,
તે કોઈથી ના હો અજાણી, એમ પણ બને.

No comments: