જીભમાં ખારાશ લૈને, ક્યાં સુધી જીવી શકો?
આંખમાં લાલાશ લૈને, ક્યાં સુધી જીવી શકો?
જીંદગીનો શું ભરોસો? આજ છે, ને કાલ નૈ,
એક આશાના સહારે, ક્યાં સુધી જીવી શકો?
એ મળ્યાં, છૂટાં પડ્યાં, ને તું હજીયે ત્યાં જ છે?
વેદનાઓના સહારે, ક્યાં સુધી જીવી શકો?
દેવ સામે હાથ જોડી, તું ય ત્યાં થાશે ખડો?
દેવતાઓના સહારે, ક્યાં સુધી જીવી શકો?
છે ઘણાં એવાં ય કર્મો, કે બધું પામી શકો,
વારતાઓના સહારે ક્યાં સુધી જીવી શકો?
06/06/2020
No comments:
Post a Comment